ભોપાલ(વાર્તા) બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે, તેમની પાર્ટીના દેશભરમાં સાંપડી રહેલા પ્રતિસાદને જોતાં યુપીએ સરકાર તેમના વારંવારના અનુરોધ છતાંય તેમની સુરક્ષા પર ધ્યાન આપતી નથી. તેમણે પોતાની સુરક્ષા માટે એસપીજીની લેખીત માગણી કરી હતી. પરંતુ આ બાબતને કેન્દ્ર સરકારે માન્ય રાખી ન હતી. ગુપ્તચર વિભાગ દ્વારા તેમની ઉપર હુમલા થવાની આશંકા વારંવાર વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તેમના પર હુમલો થશે તો તેની સીધી જવાબદારી કોંગ્રેસની રહેશે. ઉલ્લેખનીય છે કે, તેમની ઉપર જુન 1995ના રોજ જીવલેણ હુમલો થયો હતો.