Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જૂનાગઢ લોકસભા ચૂંટણી 2019

જૂનાગઢ લોકસભા ચૂંટણી 2019
, શુક્રવાર, 3 મે 2019 (17:36 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  રાજેશ ચૂડાસમા  (ભાજપ)  પૂંજા વંશ  (કોંગ્રેસ) 

એશિયાટિક સિંહો માટે ગુજરાતનું જૂનાગઢ વિખ્યાત. જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે, સામે કૉંગ્રેસે પૂંજા વંશને ટિકિટ આપી છે. 2014માં પણ ચૂડાસમાએ તેમના હરીફ વંશને પરાજય આપ્યો હતો. બંને ઉમેદવાર કોળી સમુદાયના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ ખાતેથી કરી હતી. હિંદુઓનાં 12 પવિત્ર શિવલિંગોમાંનું એક સોમનાથ આ બેઠક હેઠળ આવે છે.
 
કેસર કેરી માટે વિખ્યાત તાલાલા પણ આ લોકસભા બેઠક હેઠળ જ આવે છે.
 
જૂનાગઢ, વીસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર તથા ઊના લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 
847660 પુરુષ, 793852 મહિલા અન્ય 16 સહિત કુલ 1641528 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગર લોકસભા ચૂંટણી 2019