Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોદી સરકારનો મોટો નિર્ણય, જથ્થાબંધ અને છુટક વેપારીઓને મળશે MSMEનો દરજ્જો

મોદી સરકારનો મોટો નિર્ણય, જથ્થાબંધ અને છુટક વેપારીઓને મળશે MSMEનો દરજ્જો
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (18:44 IST)
કોરોના મહામારીની બીજી લહેર (COVID19 second wave)ને કારણે પરેશાનીઓનો સામનો કરી રહેલ છુટક અને જથ્થાબંધ વેપારીઓ માટે મોટા રાહતના સમાચાર છે. મોદી સરકારે છુટક અને જથ્થાબંધ  (Retail and wholesale trade) ને MSMEના હદમાં લાવવા માટે નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ ટ્વીટ કરી આ માહિતી આપી. નિતિન ગડકરીએ જણાવ્યુ કે જથ્થાબંધ અને છુટક વેપારીઓને પ્રાયોરિટી સેક્ટર લૈડિંગ હેઠળ સરળ લોન મળી જશે  સરકારે આ નિર્ણયથી લગભગ 2.5 કરોડ છુટક અને જથ્થાબંદ વેપારીઓને ફાયદો થશે. 
 
 કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું હતું કે સુધારેલી ગાઇડલાઇન હેઠળ હવે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ MSMEના દાયરામાં આવશે. સરકાર એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે. એમએસએમઇ ક્ષેત્ર ઈકોનિક ગ્રોથનું એન્જિન છે. છૂટક અને જથ્થાબંધ વ્યવસાયને એમએસએમઇના દાયરામાં લાવવાનો સૌથી મોટો ફાયદો લોન લેવામાં થશે. રિઝર્વ બેંક તરફથી અગ્રતા ક્ષેત્રે સરળ શરતો પર લોન આપવા માટેની જોગવાઈઓ છે.
 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “કોવિડની બીજી લહેરને કારણે આવેલી સમસ્યાઓના કારણે છુટક અને જથ્થાબંધ વેપારીઓ પર થતી અસરને ધ્યાનમાં રાખીને હવે તેને MSMEના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્ષેત્રને અગ્રતા ક્ષેત્ર ધિરાણ હેઠળ લાવીને આર્થિક સહાય આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
વેપારીઓ માટે ઐતિહાસિક પગલુ -  CAIT
 
 છૂટક વેપારને એમએસએમઇના દાયરામાં લાવવા અંગે ટ્રેડર્સની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું છે કે આ  દેશના વેપારીઓ માટે આ એક મોટું અને ઐતિહાસિક પગલું છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે અમે સતત એક વર્ષ કરતા વધુ સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ અને સરકાર સાથે અનેક સ્તરે વાતચીત કરી રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી દેશના કરોડો નાના ઉદ્યોગપતિઓને લાભ થશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રીજી લહેરની સંભાવના છે તો માસ્કનો દંડ નહી ઘટે, રકમ મોટી હશે તો લોકો શિસ્તમાં રહેશે