Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગાંધીનગરમાં એસિડ અટેકના ગુનામાં દોષિત મહિલાને 10 વર્ષની જેલ

ગાંધીનગરમાં એસિડ અટેકના ગુનામાં દોષિત મહિલાને 10 વર્ષની જેલ
, ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:42 IST)
ગાંધીનગરની એક કોર્ટ દ્વારા 18 વર્ષીય યુવતી પર એસિડ અટેકના આરોપમાં એક મહિલાને 10 વર્ષની સજા ફટકારી દીધી છે.  સેશન્સ કોર્ટ દ્વારા મહિલા પર 5,000 રુ.નો દંડ પણ લાદવામાં આવ્યો હતો. ફરિયાદીના કેસ અનુસાર, ‘આ ઘટના વર્ષ 2014માં ચાંદખેડા વિસ્તારમાં બની હતી. પીડિત યુવતીના પિતા સાથે કોઈ બાબતને લઈને તકરાર થવાને કારણે મંજુલા ડાભી નામની એક મહિલાએ પીડિતાને રોકીને તેની સાથે ઝઘડો કર્યો જે બાદ આરોપી મંજુલા ડાભીએ યુવતી પર એસિડ ફેંક્યું,

જે કારણે તેના ચહેરા અને આંખોને નુકસાન થયું હતું.’ફરિયાદીના વકીલ પ્રિતેશ શાહે કેસની ટ્રાયલ શરુ થતા 18 સાક્ષીઓ અને અન્ય મહત્વના પુરાવાઓને આધારે પીડિત યુવતીને ન્યાય અપાવ્યો હતો. પીડિતાના ડોક્ટર અને FSL રિપોર્ટ્સને આધારે આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી 3-4 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીના વિસ્તારોમાં કરશે પ્રચાર