પોપ સ્ટાર માઈકલ જેક્સન ફેફસાંની ગંભીર બિમારીથી પિડાઈ રહ્યો છે. અને, તે મૃત્યુની નજીક છે. આ સમાચાર લંડનનાં છાપામાં પ્રકાશિત થઈ છે.
પોપ સ્ટારની આત્મકથા લખી રહેલાં ઈયાન હાલપેરીનને ટાંકીને સંડે એક્સપ્રેસમાં આવેલા સમાચારમાં જેક્સનને તરત જ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવવું જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. પણ તેનામાં ખુબ જ નબળાઈ આવી ગઈ છે. અને, પોતાનું જીવન બચાવવા મરણીયા બન્યા છે.
હાલપેરીનનાં જણાવ્યા અનુસાર 50 વર્ષીય જેક્સનનો ઈલાજ ચાલે છે. અને,તે ખુબ જ નબળા થઈ ગયા છે. તેને બોલવામાં પણ તકલીફ પડે છે. તેમજ તેની ડાબી આંખ 95 ટકા સુધી ખરાબ થઈ ચુકી છે.