Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ વોટિંગ, 21 જુલાઈને આવશે પરિણામ

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18  જુલાઈએ વોટિંગ, 21 જુલાઈને આવશે પરિણામ
, ગુરુવાર, 9 જૂન 2022 (15:51 IST)
Presidential Election 2022:  ચૂંટણી પંચે ગુરૂવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશના સાંસદ અને વિઘાયક નવા રાષ્ટ્રપતિ પસંદ કરવા માટે 19 જુલાઈના રોજ મતદાન કરશે જ્યારે કે વોટોની ગણતરી 21 જુલાઈના રોજ થશે.   21 જુલાઈએ  આ ચૂંટણીનું પરિણામ પણ આવશે અને દેશના નવા રાષ્ટ્રપતિનું નામ પણ જાહેર થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. બંધારણની કલમ 62 મુજબ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા થવી જોઈએ. 2017માં, ભારતના રાષ્ટ્રપતિ માટે 17 જુલાઈના રોજ ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ 20 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કમિશન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પોતાના તરફથી પેન આપશે. જો કોઈ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી પેન સિવાયની પેનનો ઉપયોગ કરશે તો તેનો મત અમાન્ય જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદો અને 4033 ધારાસભ્યો એટલે કે કુલ 4809 મતદારો મતદાન કરશે. આ ચૂંટણીમાં વ્હીપ લાગુ થશે નહીં અને મતદાન સંપૂર્ણપણે ગુપ્ત રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેમાન આવી રહ્યા છે અને ઘરમાં દાળ સિવાય કશુ બન્યુ નથી- વાંચો મજેદાર જોક્સ