Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર SC સુનાવણી માટે તૈયાર

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર SC સુનાવણી માટે તૈયાર
અમદાવાદ: , મંગળવાર, 18 જૂન 2019 (16:40 IST)
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે. આ મામલે બુધવારે સુનાવણી કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. તેમના દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઇરાની દ્વારા ખાલી કરવામાં આવેલી સીટો પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરી છે. તેઓએ અરજીમાં કહ્યું હતું કે, એક જ દિવસે બંને સીટો પર અલગ અલગ ચૂંટણી કરવી તે ગેરબંધારણીય અને બંધારણની ભાવનાઓ વિરૂદ્ધ છે. ગુજરાત રાજ્યસભામાં ખાલી થયેલી બે સીટો પર 5 જૂલાઇએ ચૂંટણી યોજાશે.
 
ચૂંટણી પંચની સૂચના મુજબ અમિત શાહનું લોકસભા ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર 23 મેના રોજ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઇરાનીને 24 મેના રોજ મળ્યું હતું. તેનાથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર આવી ગયું છે. તેના આધારે ચૂંટણી પંચે રાજ્યની બંને સીટોને અલગ અલગ ગણી છે. પરંતું ચૂંટણી એક જ દિવસે યોજાશે. આ થવાથી બંને સીટો પર ભાજપને જીત મળી જશે. કેમ કે, ત્યા પ્રથમ પસંદગી મત નવી શરૂઆતથી નકરી કરવામાં આવશે. પરંતુ એક સાથે ચૂંટણી યોજાય છે તો કોંગ્રેસને એક બેઠક મળી શકે છે. સંખ્યા બળના હિસાબથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારોને 61 મતોન જોઇએ.
 
એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ આપી શકે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ એક સીટ સરળતાથી જીતી શકશે. કેમ કે, તેમની પાસે 71 ધારાસભ્યો છે. પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન અનુસાર, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત વોટ કરવાની તક મળશે. આ રીતે ભાજપના ધારાસભ્યો જેમની સંખ્યા 100થી વધારે છે. તે બીજી વખત વોટ કરી બંને ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સ્કૂલબસ ભૂવામાં ફસાઈ, નિકોલની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ કરાઈ