Shimla Landslide - હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સોમવારે મોટી દુર્ઘટના થઈ છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સોમવારે મોટી દુર્ઘટના થઈ છે. ભારે વરસાદને કારણે સમર હિલ વિસ્ત્તારમાં ભગવાન શિવનુ એક મંદિર તૂટી પડ્યુ જેના કાટમાળમાં અનેક શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવનુ કામ સતત ચાલી રહ્યુ છે. સરકારની ટીમ પણ ઘટના સ્થળ પર હાજર છે. અત્યાર સુધી 2 બાળકો સહિત 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. બાકીની શોધખોળ ચાલુ છે.
ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પહાડ પરથી હજુ પણ પથ્થરો પડી રહ્યા છે. કાટમાળની સાથે મંદિરની ટોચ પર ચારથી પાંચ વૃક્ષો પડી ગયાં હતાં. તેનાથી વધુ નુકસાન થયું છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
મંદિરમાં દટાયેલા એક વ્યક્તિએ તેના સંબંધીને ફોન કરીને જલદીથી બચાવવાની વિનંતી કરી છે
બીજી બાજુ સોલન જિલ્લાના જડોન ગામમાં વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. રવિવારે રાત્રે જાડોન ગામમાં વાદળ ફાટવાથી બે મકાનો ધોવાઈ ગયા હતા અને છ લોકોને બચાવી લેવાયા હતા જ્યારે અન્ય સાત લોકોના આ અકસ્માતમાં મોત થયા હતા. સોલનના પોલીસ અધિક્ષક ગૌરવ સિંહે જણાવ્યું કે મૃતકોની ઓળખ હરનામ (38), કમલ કિશોર (35), હેમલતા (34), રાહુલ (14), નેહા (12), ગોલુ (8) અને રક્ષા (12) તરીકે કરવામાં આવી છે. થઈ ગયુ છે.