Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દિવાળી રેસીપી - ચકલી chakali

દિવાળી રેસીપી - ચકલી chakali
, રવિવાર, 2 ઑક્ટોબર 2022 (15:18 IST)
દિવાળીની રેસીપી
દિવાળી રેસીપી - ચકલી chakali 
 
સામગ્રી - એક કિલો ચોખા, 1/2 કિલો ચણાની દાળ, 1/4 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા. 
 
બનાવવાની રીત - એક કડાઈમાં ઉપરોક્ત સામગ્રી એક પછી એક કરીને ગુલાબી રંગની શેકી લો. પછી આ બધી સામગ્રી મિક્સ કરીને દળી લો. 
જેટલા મિશ્રણની ચકલી બનાવવા માંગતા હોય તેટલા મિશ્રણને એક કડાઈમાં લો. તેમા તેલનુ મોણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરુ, અજમો, ચપટી ખાવાનો સોડા બે ચમચી માખણ નાખીને મીડિયમ લોટ બાંધો. ચકલીના સાંચો લઈ તેમા અંદરથી તેલ લગાવી ચકલીનો થોડો લોટ લઈને ચકલી પાડી લો. બધી ચકલી બનાવ્યા પછી તેને ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો. તૈયાર છે દિવાળીની ખાસ રેસીપી ચકલી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ashtami Havan : મહાઅષ્ટમી પર ઘર પર હવન કેવી રીતે કરીએ જાણો મંત્રથી લઈને પૂજન સામગ્રીની આખી જાણકારી