Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટાપુ પર અત્યાર સુધીનું સૌથી વધુ 75 ટકા મતદાન, 28 મત નખાયા!!!

ટાપુ પર અત્યાર સુધીનું સૌથી વધુ 75 ટકા મતદાન, 28 મત નખાયા!!!
, शुक्रवार, 2 मई 2014 (12:08 IST)
જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા અજાડ ટાપુ પર વસવાટ કરતા પરિવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ જ તેમને ટાપુની બહાર મતદાન કરવા જવું ન પડે તે માટે ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર ટાપુમાં જ મતદાનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જેથી કુલ ૩૮ મતદારો પૈકી ૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

મધદરિયે ટાપુ ઉપર રહેતા મતદારોને અગાઉ ચૂંટણી વખતે બોટ દ્વારા ૧૫ કિમીની દરિયાઈ મુસાફરી કરીને નાના અસોટા ગામે મતદાન કરવા જવું પડતું હતું. જેથી તેઓમાં મતદાન અંગે ઉત્સાહ જોવા મળતો ન હતો. જેથી મતદારો દ્વારા ટાપુ પર જ મતદાન મથક ઊભું કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં રાજયમાં ઊંચું મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના ભાગ રૂપે પંચે અજાડ ટાપુ પર જ મતદારોની સુવિધા માટે નવું મતદાન મથક ઊભું કર્યુ હતું. તેમ જ મતદાનના આગલા દિવસે જ મતદાન મથક પર ઝોનલ ઓફિસર, પ્રિસાઈન્ડિંગ ઓફિસર, બે પોલીસ જવાન સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. આ ચૂંટણી સ્ટાફ ખાસ બોટમાં ટાપુ પહોંચતા સ્થાનિક મતદારોમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. અગાઉ બાજરાની ખેતી કરતા અને અત્યારે મત્સ્યોદ્યોગ કરીને ગુજરાન ચલાવતા મતદારોએ ઉત્સાહ ભેર લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા પ્રથમવખત ટાપુ ઉપર જ મતદાન મથક ઊભું કરવામાં આવતા કુલ ૩૮ મતદારો પૈકી ૨૮ મતદારોએ મતદાન કર્યું હતું. આમ અજાડ ટાપુ પર લગભગ ૭૫ ટકા મતદાન થયું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati