વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમને એક મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અગાઉની મેચમાં શાનદાર સદી લગાવનારા ઓપનર શિખર ધવનના અંગૂઠામાં વાગવાથી ત્રણ અઠવાડિયા માટે તેઓ ક્રિકેટ નહી રમી શકે. ધવનના ડાબા હાથના અંગૂઠામાં વાગી ગયુ હતુ. હવે ટીમ સામે પડકાર એ હશે કે રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી કયા બેટ્સમેનને આપવામાં આવે. જેનાથી ટીમ ઈંડિયાનુ વિજયી સંયોજન બગડી પણ શકે છે.
ઋષભ પંતને મળી શકે છે તક
ટીમ ઈંડિયામાં હવે શિખર ધવનના સ્થાન પર ઋષભ પંત પણ ઓપનિંગની જવાબદારે સાચવી શકે છે. પંત રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે. પંત તેથી પણ કપ્તાન વિરાટની પસંદ બની શકે છે. કારણ કે પંત આક્રમક બેટિંગ માટે ઓળખાય છે અને તેમનુ તાજેતરનુ પ્રદર્શન પણ શાનદાર રહ્યુ છે. આમ તો વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં પંતના ન હોવાથી દેશ વિદેશના પૂર્વ ક્રિકેટરોએ તેની આલોચના કરી હતી.
વિરાટ સામે મોટો પડકાર
ટીમ ઈડિયાના કપ્તાન વિરાટ કોહલી સામે હવે સૌથી મોટો પડકાર ધવનના વિકલ્પને લઈને છે. આમ તો ટીમ પાસે કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેન છે. કેએલ રાહુલ હાલ ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યા છે. પણ તે ઓપનરના રૂપમાં ટીમ માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. બીજી બાજુ દિનેશ કાર્તિક રિઝર્વ વિકેટકિપરના રૂપમાં ટીમમા હાજર છે. આવામાં તેઓ આ જવાબદારી સાચવી શકે છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં થયા હતા ઘાયલ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન શિખર ધવનને ડાબા હાથના અંગૂઠામાં વાગી ગયુ હતુ. ઘવનને ઝડપી બોલર નાથન કુલ્ટર નાઈલની ઉછાળ લેતી બોલથી વાગ્યુ હતુ. જો કે તેઓ દુખાવો છતા બેટિંગ કરતા રહ્યા. તેઓ વધુ ગંભીર ન થઈ જાય એ માટે ધવન ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નહોતા. તેમના સ્થાન પર રવિન્દ્ર જડેજાએ ફિલ્ડિંગ કરી હતી.