અમરોહામાં રોમાંચક મુકાબલો
ઉત્તર પ્રદેશ વિધાનસભાની 55 બેઠકો, ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે.
વિધાનસભા ચૂંટણીપ્રક્રિયાના બીજા તબક્કામાં ત્રણ રાજ્યોની કુલ 165 બેઠકો પર 1,519 ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીઓમાં સમાવાશે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. તો ઉત્તરાખંડ અને ગોવામાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી લડી રહી છે.
ઉત્તરાખંડ અને ગોવા માટે આ એક જ તબક્કામાં ચૂંટણી પૂરી થશે. જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી આ વખતે સૌથી લાંબી ચાલશે.
નોંધનીય છે કે મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયું. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણીમાં આજે સહારનપુર, મુરાદાબાદ અને બરેલી જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે.અમરોહા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સલીમ ખાન ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા
અમરોહા વિધાનસભાની મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે અને સમાજવાદી પાર્ટી અહીં જીતતી આવી છે. સપાના ઉમેદવાર મહબૂબઅલી અહીંથી પાંચ વખત ચૂંટાયા છે.
ગત બે ચૂંટણીમાં મહબૂબઅલીએ વિજય હાંસલ કર્યો હતો અને બન્ને વખતે બીજા નંબરે બહુજન સમાજ પક્ષ રહ્યો હતો.
આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર સલીમ ખાને ચૂંટણીના બે દિવસ પહેલાં સપાના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.
બસપામાંથી નવેદ અયાઝે ઉમેદવારી નોંધાવી છે. યુવા ઉમેદવાર અયાઝના લીધે અહીંનો મુકાબલો રોચક થઈ ગયો હતો.બીજી તરફ ભાજપના ઉમેદવાર રામસિંહ સૈની પણ
જીતવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે