Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

HBD એકતા કપૂર - 22 વર્ષની વયમાં લગ્ન કરવા માંગતી હતી 46 વર્ષની Ekta Kapoor, સફળતાના નશામાં અનેક સપનાની આપી કુરબાની

HBD એકતા કપૂર - 22 વર્ષની વયમાં લગ્ન કરવા માંગતી હતી 46 વર્ષની  Ekta Kapoor, સફળતાના નશામાં અનેક સપનાની આપી કુરબાની
, સોમવાર, 7 જૂન 2021 (08:38 IST)
ટીવી ક્વીન તરીકે ઓળખાતી એકતા કપૂર (Ekta Kapoor) આજે પોતાનો 46મો જન્મ દિવસ ઉજવી રહી છે. એકતા (Ekta Kapoor TV Shows) એ લોકોને સમયની સાથે એક-એકથી ચઢિયાતા પ્રોગ્રામ અને ફિલ્મો આપી છે. એકતા પોતાના કામમાં એટલી લીન થઈ ચુકી છે કે લગ્નનો ખ્યાલ તેમના મગજમાં આવતો પણ નથી. પણ એક સમય એવો પણ હતો જ્યારે એકતા લગ્ન કરવા માંગતી હતી.  પોતાનુ ઘર વસાવવા માંગતી હતી. પણ પછી એવુ તે શુ થયુ કે એકતાએ પોતાના આ સપનાને કુરબાન કરી દીધુ  ? 
 
લગ્ન કરો કે પછી કમાવો 
 
એકતાએ થોડા વર્ષ પહેલા પોતાના એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ, જ્યારે હુ 17 વર્ષની હતી, ત્યારે મારા પિતા (એક્ટર જીતેન્દ્ર)એ કહ્યુ હતુ કે લગ્ન કરી લો અથવા તો પાર્ટીઓ કરવાને બદલે કામ કરો, જેવુ કે હુ ઈચ્છુ છુ. તેમને મને કહ્યુ કે તેઓ મને પોકેટ મની સિવાય બીજુ કશુ જ નહી આપે. તેથી પૈસા કમાવવા માટે એક એડ એજંસીમાં કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. 
22 વર્ષમાં લગ્ન કરવા માંગતી હતી 
 
એકતાએ ઈંટરવ્યુમાં આગળ કહ્યુ, જે સિચુએશન હતી, તેને જોઈને સારુ અનુભવ કરી રહી હતી અને વિચારતી હતી કે મારુ જીવન ઠીક જ રહેશે. 22ની વયમાં લગ્ન કરીશ અને જીવનનો આનંદ ઉઠાવીશ. પણ દુર્ભાગ્યથી કહો કે કિસ્મતથી આપણે જે વિચારીએ છી એ ક્યારેય થતુ નથી. ઉલ્લેખનીય છે કે એકતાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. જો કે જાન્યુઆરી 2019માં તે સરોગેસી દ્વારા એક પુત્રની મા બની ચુકી છે, જેનુ નામ રવિ રાખ્યુ છે 
 
બે લાખ રૂપિયા ડૂબી ગયા 
 
એકતા કપૂરે ઈંટરવ્યુમાં કહ્યુ હતુ, ધ ફ્રેશ પ્રિંસ ઓફ બેય એયર જેવા અમેરિકી ટીવી શો પ્રત્યે લાગણીએ તેમને ઓફર લેવા માટે પ્રેરિત કર્યા, મે મારા મગજમાં ચાલી રહેલા કૉન્સેપ્ટના આધારે પાંચથી છ પાયલોટ્સ બનાવવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ચેનલ (એશિયા ટીવી)વેચી નાખવામાં આવી.મે સોફ્ટવેર વેચવાની કોશિશ કરી, પણ કોઈ પણ તેને ખરીદવા તૈયાર ન થયુ અને મારા બે લાખ રૂપિયાનુ ઈનવેસ્ટમેંટ ડૂબી ગયુ. 
 
19 વર્ષની વયમાં પહેલો શો થયો ઓનએયર 
 
એકતા આગળ કહે છે કે 'પછી મે હમ પાંચ નામના શો માટે પાયલટ શૂટ કરવાનો નિર્ણય લીધો અને જી ટીવીને વેચી દીધો. જ્યારે આ ઓનએયર થયો ત્યારે હુ 19 વર્ષની હતી.  શો હિટ થયો અને એકતા કપૂરે પ્રોડક્શનની દુનિયામાં ડગ માંડ્યા. એકતાનુ માનીએ તો કેટલાક શો દ્વારા કમાણી થઈ રહી હતી, તો કેટલાક ફેલ થઈ રહ્યા હતા.  પણ તેમને પડકારો ઝીલવામાં આનંદ આવવા લાગ્યો હતો. પ્રોડક્શનને લઈને તેના પર એક પ્રકારનુ જનૂન સવાર થઈ ગયુ હતુ. ત્યારબાદ એકતાએ એકથી એક ચઢિયાતા શો આપ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓક્સીજન સપોર્ટ પર છે Dilip Kumar, બોલીવુડ કલાકારો જલ્દી ઠીક થવા માટે કરી રહ્યા છે પ્રાર્થના