શનિવારના દિવસે અને શનિ અમાવસ્યા બંનેથી બચવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાયોથી તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી છુટકારો મેળવી શકે છે.
આ દિવસે સવારે ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને શનિદેવ એક આસન બિછાવીને શનિદેવના મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેય નમ: મત્રની માળાથી 5 વાર જાપ કરો.
આ દરમિયાન પૂજા કરતા માથા પર હનુમાનજીના ચરણ્ણોથી તિલક જરૂર લગાવો.
બ્રહ્મ મુહૂર્તમાં માટીના દીવામાં ચમેલીનુ તેલ નાખીને દીવો પ્રગટાવો. ત્યારબાદ હનુમાન ચાલીસનો પાઠ કરો. આ ઉપરાંત ગોળ અને કેળાને પ્રસાદના રૂપમાં ચઢાવો. આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાનજીને પીળા લાડુ ચઢાવો.
ત્યારબાદ આખો દિવસ મનમાં શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ કરો. ફક્ત શનિ અમાવસ્યા જ નહી દરેક મંગળવારે શનિવારે પણ આ જાપ કરતા રહેશો તો શનિના સાઢેસાતીને કારણે થનારા કષ્ટોનુ નિવારણ થશે.
શનિવારના દિવસે તુલસીના પાન તોડીને તેમની માળા બનાવી લો અને હનુમાન જી અર્પણ કરો. માન્યતા છે કે હનુમાનજી આ માળાને ધારણ કરીને ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે.