Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુમતાઝની ભટકતી આત્મા

Webdunia
વિશ્વની અજાયબી ગણાતો આગ્રાનો પ્રસિધ્ધ તાજમહેલ અનેક રીતે અદભૂત છે. સાથોસાથ બેગમ મુમતાજ પ્રત્યેના બાદશાહ શાહજહાંના અપાર સ્નેહનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે. પરંતુ બેગમ મમુતાજની આત્મા મહેલના ખંડેરોમાં ભટકતી હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે તાજમહેલ બનતા સુધી મુમતાજના મૃત શરીરને બુરહાનપુરના બુલારા મહેલમાં દફનાવાયું હતુ.

એવુ કહેવાય છે કે આજથી લગભગ 400 વર્ષ પહેલા બેગમ મુમતાજનુ મૃત્યુ થયુ ત્યારે બુરહાનપુરમા જ તાજમહેલનુ નિર્માણ કરાવવાનું હતું, પરંતુ કોઈ કારણોસર એ શક્ય ન બની શક્યુ અને આગ્રામાં તાજમહેલ તૈયાર થઈ ગયો હતો. જેથી મુમતાજના દેહને અહીંથી લઈ જઈ ત્યાં દફનાવાયો હતો. અહીંના રહેવાસીઓનું કહેવુ છે કે મુમતાઝના શરીરને તો અહીંથી કાઢી લેવામાં આવ્યુ હતું પરંતુ આત્મા આજે પણ આ જ મહેલમાં ભટકે છે. અને એ પોતાની કબર આગ્રા લઈ જવાથી ખૂબ જ દુ:ખી છે.

અહીંના રહેવાસીઓનુ કહેવુ છે કે મહેલમાંથી ચીસો પાડવાનો અવાજ આવવો તો સામાન્ય વાત છે, પરંતુ આજ સુધી અહીં આવનારાઓને મુમતાઝની આત્માએ કોઈપણ રીતે હેરાન નથી કર્યા કે નથી કોઈ પણ જાતનું નુકશાન પહોંચાડ્યુ.

W.D
અહીં હાજર તથ્યો મુજબ સન 1631માં અહીં પોતાની પુત્રીને જન્મ આપ્યા પછી થોડા જ દિવસોમાં મુમતાઝ બેગમ મૃત્યુ પામી હતી. કહેવાય છે કે આ જ કારણ છે કે તેમની આત્મા આજે પણ આ મહેલમાં જ વસેલી છે.

શુ બુરહાનપુરના આ ખંડેરોમાં સાચે જ મુમતાઝની આત્મા ભટકી રહી છે કે આ ફક્ત અસામાજિક તત્વો દ્વારા લોકોને આ સ્થળેથી દૂર રાખવાની એક ચાલ છે, જેના કારણે તેઓ પોતાના ગેરકાનૂની કાર્યો ચૂપચાપ કરી શકે. તમે આ વિશે શુ વિચારો છો. જો તમે પણ આવા કોઈ સ્થળ વિશે જાણતા હોય તો અમને જરૂર બતાવો.
Show comments