Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Khelo India માટે તૈયાર કરી છે ખાસ તૈયારી, સ્ટેડિયમ પર ખર્ચ કર્યા કરોડો રૂપિયા

Khelo India માટે તૈયાર કરી છે ખાસ તૈયારી, સ્ટેડિયમ પર ખર્ચ કર્યા કરોડો રૂપિયા
, શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (15:19 IST)
Khelo India: ખેલો ઈંડિયા યૂથ ગેમ્સ 31 જાન્યુઆરીથી મઘ્યપ્રદેશમાં શરૂ થવા જઈ રહી છે. 30 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ભોપાલના તાત્યા ટોપે સ્ટેડિયમમાં આ રમતના પાંચમા સંસ્કરણની શરૂઆત કરશે.  કેન્દ્રીય રમત અને યુવા કલ્યાણ મંત્રી અનુરાગ ઠાકુર ઉદ્દધાટન સમારંભમં વિશેષ અતિથિના રૂપમાં હાજર રહેશે. ઉદ્ધઘાટન સમારંભ 21000 લોકોના સાક્ષી બનશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ રમતો પ્રત્યે વિજન્પર પ્રસ્તુતિ આપવામાં આવશે.  તાત્યા ટોપે સ્ટેડિયમ આ મોટા આયોજન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રવિવારે આ સ્ટેડિયમ ત્યારે ઝગમગી ઉઠ્યુ જ્યારે કુલ 146 ફ્લડ લાઈટ્સ એક સાથે ઓન કરવામાં આવી. 

 
ખર્ચ કરવામાં આવ્યા કરોડો રૂપિયા 
 
તાત્યા ટોપે સ્ટેડિયમમાં લાગેલી આ લાઈટ્સ ખૂબ જ ખાસ છે. આ લાઈટ્સને 6 કરોડ રૂપિયાના રોકાણથી લગાવી છે. મોર્ડન ટેકનોલોજીથી બનેલી આ લાઈટ્સ ખૂબ કમાલની છે. આ લાઈટ્સને કમ્પ્યૂટર દ્વારા કંટ્રોલ કરવામાં આવી શકે છે. સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ, આ લાઈટો સ્ટેડિયમની સુંદરતા વધારી રહી છે. આ લાઇટ્સની મદદથી સ્ટેડિયમમાં શોનું આયોજન કરી શકાશે. આ લાઇટની નીચે નાઇટ ગેમ્સ પણ રમી શકાય છે. મધ્યપ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણના સંયુક્ત નિયામક બાલુ સિંહ યાદવના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં અહીં યોજાનારી મોટાભાગની મેચો રાત્રિના સમયે યોજાશે, કારણ કે દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેશે. ખેલાડીઓને દિવસ દરમિયાન કોઈપણ રમત રમવામાં તકલીફ પડે છે.
 
 ઉદ્ધઘાટન કાર્યક્રમમાં થશે આ શો 
 
ખેલો ઈંડિયા યૂથ ગેમ્સના ઉદ્દઘાટન સમારંભ દરમિયાન તિરંગા લાઈટ શો અને મહાકાલ અને નર્મદા નદી પર વિશેષ પ્રસ્તુતિઓ આપવામાં આવશે. હર હર શંભુ ગીતથી મશહૂર ગાયિકા અભિલિપ્સા પાંડા પોતાના લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ આપશે. જ્યારે કે નટરાજ સમૂહની તરફથી તાંડવ નૃત્ય કરવામાં આવશે.    રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' થીમ પર નૃત્ય અને ગીતની રજૂઆત પણ થશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ ગાયકો શાન, નીતિ મોહન અને બૈની દયાલ દેશભક્તિ અને રમતગમત સંબંધિત ગીતો રજૂ કરશે. આ સાથે 'વસુધૈવ કુટુંબકમ' થીમ પર તમામ G-20 દેશોના ધ્વજ સાથે કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે.મુખ્યમંત્રી શ્રી ચૌહાણે બુધવારે ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે  મધ્યપ્રદેશમાં તેનું આયોજન કરવાથી રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. આ દરમિયાન રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી યશોધરા રાજે સિંધિયા, અધિક મુખ્ય ગૃહ સચિવ રાજેશ રાજૌરા, મુખ્ય સચિવ દીપ્તિ ગૌર મુખર્જી અને અન્ય અધિકારીઓ સમીક્ષા બેઠકમાં હાજર હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ધંધામાં રોકાણ કરવા 12.50 કરોડ આપ્યા, પરત માંગતાં રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી મળી