Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો
, સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (19:13 IST)
India vs South Korea: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમ માટે ખેલાડીઓએ એકજુટ થઈને પ્રદર્શન કર્યું અને કોરિયન ટીમ ભારતીય ટીમની સામે ટકી શકી નહીં. ભારતે આ મેચ 3-1થી જીતી લીધી હતી. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. સેમીફાઈનલમાં ચીને પાકિસ્તાનને હરાવ્યું હતું.
 
શરૂઆતથી જ મેચ પર બનાવી પકડ  
ભારતીય ટીમના ખેલાડીઓએ પહેલા ક્વાર્ટરમાં જ આક્રમક રમત બતાવી હતી અને ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી. ઉત્તમ સિંહે પ્રથમ ક્વાર્ટરમાં શાનદાર ગોલ કર્યો હતો. તેણે આ ગોલ કરવામાં કોઈ ઉતાવળ ન દાખવી અને મેચમાં ભારતને 1-0થી લીડ અપાવી. ભારતે ગોલ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા અને 19મી મિનિટે પેનલ્ટી કોર્નરના રૂપમાં પરિણામ મળ્યું. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. કોરિયન ટીમે પાછળથી ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થઈ.




 
જરમનપ્રીત સિંહે કર્યો જોરદાર ગોલ 
હાફ ટાઈમ સુધી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ હતી. જર્મનપ્રીત સિંહે ત્રીજો ગોલ કર્યો હતો. તેમણે કોરિયન ગોલકીપર કિમને બિલકુલ આગળ વધવાનો સમય આપ્યો ન  નહોતો. ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ જમાવી લીધી હતી. ત્યાર બાદ કોરિયાના યાંગ જી-હુને શાનદાર ગોલ કરીને પોતાની ટીમ માટે કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં કોરિયા માટે ગોલ કરનાર તે એકમાત્ર ખેલાડી હતો.

છઠ્ઠી વખત ફાઇનલમાં બનાવ્યું સ્થાન
ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ચોથો ગોલ કર્યો હતો. આ મેચમાં તેનો એકંદરે બીજો ગોલ હતો. તેણે ભારતને 4-1થી આગળ કર્યું હતું. આ સ્કોર મેચના અંત સુધી રહ્યો હતો. મેચમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જર્મનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. ભારતે છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેનો મુકાબલો ચીન સામે થશે, જેણે પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ