યુઇએફએ ચેમ્પિયન્સ લીગમાં ફ્રાન્સના પેરિસ સેંટ-જર્મન (પીએસજી) એ લિયોન મેસ્સી, કેલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર ખેલાડીઓ જાદુ ન ચાલ્યો, જેને કારણે બેલ્જિયમની ક્લબ બ્રુગ સાથે મુકાબલો 1-1 1-1થી ડ્રો થયો હતો. પીએસજી માટે આ સિઝનમાં પ્રથમ વખત મેસ્સી, નેમાર અને એમબાપે ત્રણેય દિગ્ગજો એક સાથે રમતા જોવા મળ્યા હતા પરંતુ ત્રણેય ખેલાડીઓ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ત્રણ ખેલાડીઓની ચમક સામે, પાછળથી આવેલા એંડર હરેરા પીએસજી માટે એકમાત્ર ગોલ કરવામાં સફળ રહ્યા.
ચેમ્પિયન્સ લીગમાં નવીસીઝનમાં બીજા દિવસે 8 મેચમાં 28 ગોલ થયા. સૌથી વધુ ગોલ ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી અને જર્મન ક્લબ લિપજિગની મેચમાં થયા. ગ્રીલિશે આ લીગમાં ડેબ્યુ કર્યું અને તેણે ગોલ કરવાની સાથે આસિસ્ટ પણ કર્યો. તે રુની (2004) બાદ લીગમાં ડેબ્યુમાં આવુ કરનાર ઇંગ્લિશ ખેલાડી છે. લિપજિગ માટે ક્રિસ્ટોફર નકુંકુએ હેટ્રિક લગાવી. 79મી મિનિટમાં એજેલીનોને રેડ કાર્ડ મળ્યા બાદ જર્મન ક્લબને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું. આ સિટીના મેનેજરના રૂપમાં ગાર્ડિયોલાની 300મી મેચ હતી. અન્ય એક મેચમાં લિવરપુલએ એસી મિલાનને 3-2થી માત આપી. ટોમોરીએ ઓન-ગોલે લિવરપુલને લીડ અપાવી. પણ 42મી મિનિટમાં રેવિચ અને 44મી મિનિટે ડેયાજુના ગોલથી મિલાનને લીડ મળી.ડેબ્યુ કરી રહેલ હોલેરોના અયાક્સ માટે 4 ગોલનેધરલેન્ડે ક્લબ અયાક્સે પોર્ટુગલના સ્પોર્ટિંગ સીપીને 5-1થી હરાવ્યું.
અયાક્સ માટે સેબેસ્ટિયન હોલેરોએ બીજી, નવમી, 51મી અને 63મી મિનિટે ગોલ કર્યો. લીગમાં આ તેનું ડેબ્યુ મેચ હતી. તેની પહેલા માત્ર માર્કો વેન બાસ્ટેને 1992 માં ડેબ્યુમાં 4 ગોલ કર્યા હતા. જ્યારે ફ્રેન્ચ ક્લબ પીએસજીએ પહેલીવાર નેમાર, એમબાપે અને મેસીને સ્ટાર્ટિંગ ઇલેવનમાં સામેલ કર્યા. તેમ છતાં ટીમને જીત મળી નહીં