Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર
, ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (18:00 IST)
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિર- ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના( Nagchandreshwar Mahadev Temple)  દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે. 
 
નાગચંદ્રેશ્વર ભગવાનથી થશે ત્રિકાળ પૂજા 
શ્રી મહાંકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના પ્રશાસક ગણેશ કુમાર ધાકદના મુજબ નાગપંચમી પર માગચંદ્રેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજા કરાશે. 
 
એવી છે નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 
મહાકાલ મંદિરમાં સ્થિત નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 11મા સદીની છે. આ મૂર્તિમાં ફન ફેલાવી બેસેલા નાગના આસન પર શિવજીની સાથે દેવી પાર્વતી બેસી છે. શકયત દુનિયામાંથી એક માત્ર એવી મૂર્તિ છે જેમાં શિવજી નાગ શૈય્યા પર બેસેલા છે. આ મંદિરમાં શિવજી, માતા પાર્વતી, શ્રી ગણેશજીની સાથે જ સપ્તમુખી નાગ દેવ છે. સાથે બન્નેના વાહન નંદી અને સિંહ પણ બેસેલા છે. શિવજીના ગળા અને બાજુઓમાં નાગ લપટાયેલા છે. 
 
આશરે 300 વર્ષ જૂનો છે મહાકાળ મંદિર 
મહાકાલેશ્વર જ્યોર્તિલિંગનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ મહાકાલેશ્વરની ચર્ચા છે. પણ મહાકાળ મંદિરની વર્તમાન બિલ્ડીંગ આશરે 250 થી 300 વર્ષ જૂની છે. મુગલોના સમયમાં મહાંકાળ મંદિરને નાશ કરી નાખ્યો હતો. પછી મરાઠા રાજાઓએ મહાંકાળ મંદિરના નિર્માણ ફરીથી કરાવ્યા હતા. 
 
મહાંકાળેશ્વર જ્યોર્તિલિંગ છે દક્ષિણમુખી 
દ્વાદશ જ્યોર્તિલિંગમાં મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ એક માત્ર દક્ષિણમુખી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આ મંદિરનો નંબર ત્રીજો છે. દક્ષિણમુખી હોવાના કારણે મહાંકાળના દર્શનથી મૃત્યુના ડર અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. મહાંકાળ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરાય છે. આ મંદિરની સૌથી ખાસ વાત છે. જૂના સમયમાં આ વિસ્તારને મહાંકાળ વન કહેવાતા હતા. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવપુરાણ, મત્સ્ય પુરાણની સાથે બીજી ગ્રંથમાં પણ મહાંકાળ વનના વિશે જણાવ્યુ છે. મંદિરના સૌથી ઉપર તળ ભગવાન નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે.  

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Speech on 15teen August - સ્વતંત્રતા દિવસ પર ભાષણ