સંસારના તમામ કષ્ટો દુર થાય છે. ભગવાન ભોળાનાથ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આજે શિવાલયોમાં ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આજના દિવસે વિધિ વિધાન સાથે ભોલેનાથની જો પૂજા કરવામાં આવે તો સંસારના તમામ દુખો દૂર થઈ જશે.
શિવજીને શ્રાવણ મહિનો અતિપ્રિય છે. ભોલે ભંડારી આમ પણ ભોળા હોય એક જળનો લોટો પ્રસન્નતાપૂર્વક ચડાવી આપણી માંગણી સ્વીકાર કરે લે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું પણ એટલું જ મહત્વ છે. માનવામાં આવે છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણમાં પ્રત્યેક સોમવારનું અનેરું મહત્વ છે.
- પહેલા સોમવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે શિવની પૂજા કરવાથી બધી પ્રકારની તકલીફ દૂર થાય છે.
- બીજા સોમવારે શિવની પૂજા-અર્ચના કરવાથી શિવ ભક્તોનો સ્વાસ્થ્ય સારું રહે છે.
- ત્રીજા સોમવારે શિવના મંત્રોનો જાપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
- શ્રાવણ મહિનાનો છેલ્લો અને ચોથા સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મેળવી કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.
સામાન્ય રીતે તો શિવજીને ફક્ત જળ જ અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાને જળાભિષેક કહેવામાં આવે છે. પરંતુ જો તમે કઈ વિશેષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ભગવાન શિવને તમારી ઈચ્છા અનુસાર અલગ-અલગ દ્રવ્ય અર્પણ કરવામાં આવે છે.
શ્રાવણના સોમવારે સ્નાન કર્યા પછી શિવ મંદિર જઈને શુદ્ધ આસન પર બેસીને શિવલિંગને જળાભિષેક કરો. ત્યારબાદ 108 બિલ્વપત્ર પર શિવજીનું નામ લખી ચડાવો. ત્યાર બાદ દૂધ અર્પિત કરો, અત્તર અને ધુપ ચડાવો. ફૂલ અને બિલ્વપત્ર ચડાવો. ત્યારબાદ ગંગાજળથી અભિષેક કરો.જેમાં ગંગાજળ, શેરડીનો રસ, દૂધ, મધ અર્પણ કરી શકાય છે.
જો તમારે લાંબા સમયથી પૈસાની તંગી અનુભવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં પૈસાની તંગીથી મુક્તિ થઇ શકે છે. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો દરરોજ સવારે સ્નાન કરીને શિવમંદિરમાં મધ ભેળવી જળ અર્પણ કરવામાં આવે તો પૈસાની તંગી દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સુદ્રઢ બને છે.
જો તમારે લાંબા સમયથી લગ્નજીવનમાં તકલીફ હોય અથવા ખરાબ માહોલ હોય તો ભગવાન શિવનવે મધ મેળવેલું જળ અર્પણ કરવું જોઈએ. ત્યારે સારું રહેશે કે બન્ને પતિ-પત્ની સાથે મળીને શિવલિંગને અભિષેક કરે.
વિધાર્થીઓએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું પૂજન દૂધ એન ખાંડથી કરવું જોઈએ.ભગવાન શિવની કૃપાથી ક્ષમતા અને જ્ઞાનમાં વૃદ્ધિ થશે.અને તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો.
ભગવાન શિવ સાચા પ્રેમીપંખીડા પર પ્રેમ લૂંટાવે છે. જો તમે પ્રેમ લગ્નમાં કોઈ અડચણ હોય અથવા તમે પરિવારની પસંદગીથી જ લગ્ન કરવા માંગતા હોય છતાં પણ લગ્ન ના થતા હોય તો શ્રાવણ મહિનામાં શિવની વિશેષ ઉપાસના કરવી જોઈએ. તમે શ્રાવણમાં દરેક સોમવારે ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરવાથી લાભ થશે.
જો તમારા વેપાર ધંધામાં વારંવાર તકલીફનો સામનો કરવો પડતો હોય તો પ્રત્યેક સોમવારે ભગવાન શિવને પ્રાર્થના કરી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. તમે પણ શ્રાવણ મહિનામ દરરોજ શેરડીના રસથી અભિષેક કરો. જો દરરોજ શક્ય ના હોય તો સોમવારે શેરડીના રસનો અભિષેક કરવાથી તમારી સમસ્યા દૂર થાય છે.