.
તકનીકી ખરાબીને કારણે શેર બજાર ઠપ્પ થઈ ગયુ છે. શેર બજારમાં હાલ કોઈ વેપાર નથી થઈ રહ્યો. શેર બજાર આજે વધારા સાથે ખુલ્યુ હતુ પણ હવે ડેટા અપડેટ નથી થઈ રહ્યો.
દેશના શેર બજારોમાં ગુરૂવારે શરૂઆતી વેપારમાં તેજી જોવા મળી. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે લગભગ 9.50 વાગ્યે 87.05 અંકોની તેજી સાથે 25,928.26 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે 2.15 અંકોની તેજી સાથે 7,723.00 પર વેપાર કરતો જોવા મળ્યો. બીએસઇ પ્રવક્તાએ ફોન પર જણાવ્યું હતું કે "કેટલાક જોડાણ સમસ્યાઓ સર્જાઈ છે. અમે જલ્દી ઠીક કરીને જાણ કરીશું છે." આજે અનેક ડીલરોએ કહ્યું હતુ કે BSEમાં શેરના ભાવ અપડેટ થતા નથી.
થોડા સમય અપડેટ ન થતા આ વાતની જાણ થઈ હતી. બીએસઇ પ્રવક્તાએ ફોન પર જણાવ્યું હતું કે "કેટલીક કનેક્ટીવીટી સમસ્યાઓ સર્જાઈ છે અને થોડા સમયમાં ફરી BSE કાર્યરત થશે.