Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગર્વ છે ગુજરાતી છીએઃ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા ત્યારે રોમાનિયાના ગુજરાતીઓએ મદદ કરી

ગર્વ છે ગુજરાતી છીએઃ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા ત્યારે રોમાનિયાના ગુજરાતીઓએ મદદ કરી
, શનિવાર, 5 માર્ચ 2022 (17:02 IST)
સમગ્ર દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને ફફડાટ ફેલાયો છે. આટલી તકલીફની વચ્ચે ગુજરાતનું કોઈ મદદની વહારે આવે ત્યારે ખરેખર કોઈ વતન પ્રેમી સામે આવ્યા હોય એમ લાગે છે. વિદ્યાર્થી યુક્રેનની અલગ-અલગ બોર્ડરથી ભારત આવવા લાગ્યા ત્યારે રોમાનિયામાં 5 ભારતીય વોલેન્ટિયર ખરેખર દરેકના ચહેરા પર સ્મિત રેલાવવાનું નિમિત્ત બન્યા છે.


webdunia

આ વિદેશમાં દેશવાસીઓને મદદ કરનાર એમ્બેસીના ખરા અર્થમાં વોરિયર્સ એવા પાંચેય ગુજરાતીઓએ માધ્યમો સાથે ચર્ચાઓ કરી હતી. અમદાવાદ સહિત રાજ્યનાં અલગ અલગ શહેરના 5 યુવક રોમાનિયામાં કેટલાક સમયથી રહે છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન બોર્ડર પર મુશ્કેલી વેઠીને રોમાનિયા પહોંચ્યા હતા. ભારત દેશના નાગરિકો રોમાનિયા પહોંચતાં મૂળ ગુજરાતના યુવકો તરત જ બોર્ડર અને શેલ્ટર હાઉસ પહોંચ્યા હતા. યુવકોને રોમાનિયામાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા આઈડી કાર્ડ તરીકે ટી શર્ટ આપવામાં આવી હતી, જેનાથી તેઓ વોલેન્ટિયર તરીકે લોકોની મદદ કરતા હતા.
webdunia

અમદાવાદ સહિત રાજ્યનાં અલગ અલગ શહેરના વત્સલ મોદી, કેશવ પંડ્યા, આકાશ કાકા, મૌલિક બ્રહ્મભટ્ટ અને અજય શાહ નામના 5 યુવકો શેલ્ટર હાઉસમાં રહેતા ભારતીય નાગરિકો માટે ખાવા, પીવા અને કપડાંની વ્યવસ્થા કરાઈ હતી. ભારતીય વિદ્યાર્થીઓ હોવાથી તેમની સાથે હિન્દી કે ગુજરાતીમાં વાત કરતા હતા. વિદ્યાર્થીઓએ કોઈ તકલીફ પડે તો તેમની મદદ કરતા હતા. ઉપરાંત એરપોર્ટમાં જ્યારે પહોંચે ત્યારે આ યુવકો દ્વારા એરપોર્ટમાં લાઈનમાં ના ઊભું રહેવું પડે એ માટે બોર્ડિંગ અને લગેજ મૂકવા સુધીની મદદ કરતા હતા. કેટલાક લોકો સાથે પેટ ડોગ અને કેટ લાવ્યા હતા. તેમને પણ પરત ઇન્ડિયા લઇ જવા માટે મદદ કરી હતી. આ યુવકો રોમાનિયામાં નોકરી કરતા હોવાથી અલગ-અલગ સમયે નોકરી કરીને સવાર, બપોર અને સાંજે શેલ્ટર હાઉસ અને એરપોર્ટમાં ઈમિગ્રેશન સુધી પહોંચીને મદદ કરતા હતા. યુવકો પાસે ટી શર્ટ હોવાથી તેમને રોકવામાં પણ આવતા નહોતા. રવિવારથી અત્યારસુધી આ યુવકોએ 800થી વધુ લોકોને બોર્ડિંગ અને લગેજ માટે તથા શેલ્ટર હોમમાં અનેક લોકોને મદદ કરી છે. ખાવાપીવા માટે કેટલીક વખત પોતાના ખર્ચે પણ વ્યવસ્થા કરી છે. હજુ પણ આ યુવકો ભેગા મળીને ભારતીય નાગરિકોની મદદ કરી જ રહ્યા છે.
webdunia

યુવકોએ કહ્યું કે જ્યારે ખબર પડી કે ઈન્ડિયન્સ રોમાનિયા પહોંચ્યા છે ત્યારે અમે રવિવારે એરપોર્ટ પહોચી ગયાં હતાં. અહીં આવતા અમને અમારા જેવા અન્ય યુવકો મળ્યા હતા, જે લોકોની મદદે આવ્યા હતા. એ બાદ તેમની સાથે વાત કરીને ઇન્ડિયાના લોકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું. હવે અમે એક ફેમિલીની જેમ સાથે રહીને બધાની મદદ કરીએ છીએ. અમને આનંદ છે કે અમે દેશના નાગરિકોની બીજા દેશમાં મદદ કરી રહ્યા છે. હજુ જ્યાં સુધી લોકો આવતા રહેશે ત્યાં સુધી અમે મદદ કરતા રહીશું.
webdunia
romaniya

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શેન વોર્નની છેલ્લી દર્દનાક 20 મિનિટ