Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા.૨૫ લાખનું દાન

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા.૨૫ લાખનું દાન
, શુક્રવાર, 27 માર્ચ 2020 (10:37 IST)
નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. ધંધા-રોજગાર બંધ કરીને લોકોને ઘરમાં રહેવાની આગ્રહભરી વિનંતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.
 
આ ઉમદા અભિગમને આવકારી રાજય સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના સ્વામી પ.પૂ. જ્ઞાનજીવનદાસજી દ્વારા રૂા.૨૫ લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અર્પણ કરવામાં આવ્યો છે. 
 
વધુમાં કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવાભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહતનિધિમાં  પોતાનો સ્વૈચ્છિક ફાળો નીચે જણાવ્યા મુજબના બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે.
 
જિલ્લાકક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ચેક સ્વીકારશે. બેંક ખાતાની વિગતો આ મુજબ છે.
CMRF BANK DETAILS 
A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
A/C NO. 10354901554
SAVINGS BANK ACCOUNT
SBI , NSC BRANCH (08434)
IFSC: SBIN0008434

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના કાળ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ રાજકોટના વિસ્તારોમાં આવ્યા છાંટા.