Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં રહેતા પતિનું 10 લાખનું દેવું પત્નીએ ભર્યું, ગર્ભવતિ થઈ તો સાસરિયાઓએ બાળકનો ખર્ચો ના ઉપાડ્યો

અમદાવાદમાં રહેતા પતિનું 10 લાખનું દેવું પત્નીએ ભર્યું, ગર્ભવતિ થઈ તો સાસરિયાઓએ બાળકનો ખર્ચો ના ઉપાડ્યો
, શુક્રવાર, 6 મે 2022 (15:54 IST)
અમદાવાદમાં સાસરિયાઓ તરફથી થતાં ત્રાસ અંગેની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મહિલાએ તેના સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે સાસરિયાઓ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે તે ગર્ભવતી હોવા છંતાય, સાસરીયાઓ તેને યોગ્ય જમવાનું આપતા નહોતા. બાળકના જન્મનો ખર્ચ ન આપવો પડે તે માટે મેટરનીટી હોસ્પિટલથી ઝઘડો કરીને ચાલ્યા ગયા હતા. લગ્નજીવન બચાવવા માટે તે સહન કરીને સમાધાન કરીને રહેતી હતી. તેમ છંતાય, માનસિક ત્રાસ આપીને ઘરેથી કાઢી મુકી હતી. મહિલાની ફરિયાદને આધારે કૃષ્ણનગર પોલીસે સાસરિયાઓ વિરૂધ્ઘ ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં નોબલનગર નાના ચિલોડા ખાતે રહેતી મહિલાએ તેના સાસરિયાઓ વિરૂધ્ધ કૃષ્ણનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે સાસરિયાઓ વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેના લગ્ન વર્ષ 2014માં સૈજપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. જેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે. લગ્નના થોડા સમય બાદ સાસુ અને નણંદ  માનસિક ત્રાસ આપવાની સાથે પતિને ચઢામણી કરવા લાગ્યા હતા. જેમાં જમવા અને કામ કરવાની સામાન્ય બાબતમાં વાંક કાઢીને હેરાન કરતા હતા. તે ગર્ભવતી હોવા છંતાય, તેને સરખુ જમવાનું આપતા નહોતા અને દવાનો ખર્ચ પણ આપતા નહોતા. જેથી શરીરમાં નબળાઇ આવી ગઇ હતી. આ દરમિયાન શાહીબાગ ખાતે ઝીલ હોસ્પિટલમાં તે દાખલ થઇ ત્યારે તેને સીઝેરિયન કરવુ પડે તેમ હતું. જો કે ખર્ચ ન આપવો પડે તે માટે પતિ અને સાસરિયા તરકાર કરીને હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા. એટલું જ નહી બાળકના જન્મ બાદ તે છ મહિના પિયરમાં રહી ત્યારે તેનો પતિ ખબર પુછવા કે સંતાનને મળવા માટે પણ આવ્યો નહોતો. તેમ છંતાય સમાધાન કરીને તે સાસરીમાં રહેવા માટે ગઇ હતી. બીજી તરફ સાસરિયાઓને દસ લાખનું દેવુ થઇ જતા તે નાણાંની માંગણી પણ સતત કરતા હતા. જેમાંથી પિયર પક્ષ દ્વારા સાત લાખ જેટલું દેવું ચુકવવા માટે નાણાં પણ અપાયા હતા. તો દીકરાના અભ્યાસક્રમના ખર્ચ પણ આપતા નહોતા. જો કે ફરીથી તેને હેરાન કરીને લાફા મારી દીધા હતા અને ઘરેથી નીકળી જવા માટે કહ્યું હતું. તે ન જતા બીજા દિવસે પણ માર માર્યો હતો. છેવટે કંટાળીને મહિલાએ તેની બહેનોને સમગ્ર મામલે જાણ કરીને બોલાવી હતી અને તે પિયરમાં રહેવા માટે આવી હતી. જે અંગે તેણે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MP Suicide News- 3 બાળકોની હત્યા કરી માતાનો આપઘાત