Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ-વડોદરા વચ્ચે દોડશે વંદે ભારત મેટ્રો

અમદાવાદ-વડોદરા વચ્ચે દોડશે વંદે ભારત મેટ્રો
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (12:55 IST)
ભારતીય રેલવે દ્વારા ગુજરાતના અમદાવાદ તથા વડોદરા સ્ટેશનની વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા જે.કે. જયંતને ટાંકતા અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે આ અંગે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તથા આગામી દિવસોમાં જરૂરી પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
 
નવી સેવાનો હેતુ દરરોજ અપડાઉન કરનારાનો સમય બચે, ક્ષમતાવૃદ્ધિ થાય તથા કનૅક્ટિવિટી વધે એવો છે. તાજેતરમાં કાલુપુર રેલવેસ્ટેશન પરથી 20 ડબ્બાવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી હતી, જેણે મહત્તમ 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હાંસલ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video : 'મેરે પાપા કો જેલ મે બંધ કરો', તોતડા અવાજમાં 5 વર્ષના બાળકે સંભળાવી પોતાની પરેશાની, ચોકી ગયા પોલીસ અધિકારી