વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં આજથી ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના એન્યુઅલ ડિસ્પ્લેનો પ્રારંભ થયો છે. આ ડિસ્પ્લેમાં સ્ટુડન્ટ્સે પોતાની કલ્પના મુજબ શુક્રવારી બજારથી માંડી સિરીયાના શરણાર્થીઓની વેદના રજૂ કરી છે. તો વળી કેટલાક સ્ટુડન્ટ્સે બિભત્સ પેઇન્ટિંગ્સ પણ મુક્યા છે. ત્યારે આ પેઇન્ટિંગ્સ ફરી એકવાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદ સર્જે તેવી શક્યતા છે.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં બે દિવસ ચાલનારા આ ડિસ્પ્લેમાં ઝરીન સમશેદ નામની વિદ્યાર્થીનીએ જેમ પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. તેમ સ્ત્રીના શરીરમાં પણ સમયાંતરે પરિવર્તન આવે છે. તે થીમ ઉપર ચિત્ર રજૂ કર્યું છે. જોકે, આ ચિત્ર વિવાદ સર્જે તેમ છે. જો કે, ડિસ્પ્લે નિહાળવા આવનાર વિદ્યાર્થીઓ તેમજ શહેરના કલાપ્રેમીઓ આ ચિત્રને કલાની દ્રષ્ટીએ જોઇ રહ્યા છે. બિભત્સ પેઇન્ટિંગ્સ અંગે તેઓએ દરેકની વિચાર શક્તિ અને જોનારની દ્રષ્ટી ઉપર આધાર રાખે છે. તેમ જણાવતા તેણે બિભત્સ પેઇન્ટિંગ્સના સંભવતઃ સર્જાનારા વિવાદ અંગે વધુ કોમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.