Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

If GST in SARKAR out - હાથલારી મંડળના લોકોએ કહ્યું, GST એટલે ગઈ સરકાર તમારી!

If GST in SARKAR out - હાથલારી મંડળના લોકોએ કહ્યું, GST એટલે ગઈ સરકાર તમારી!
, શુક્રવાર, 23 જૂન 2017 (14:52 IST)
1 જુલાઈથી લાગુ થનાર જીએસટીના મુદ્દે કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગુરુવારે કાલુપુર ન્યૂ કલોથ માર્કેટમાં મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતની આગેવાનીમાં શહેરના કાપડના પ્રમુખો અને વેપારીઓ કાપડ પર જીએસટીનો વિરોધ કરવા એકત્ર થયા હતા. હાથલારી એસોસિએશનના પ્રમુખે કહ્યું જીએસટીનો અર્થ 'ગઈ તમારી સરકાર' એવો થાય. કાર્યક્રમમાં 5થી 6 હજાર કાપડના વેપારીઓએ ભેગા થયા હતા અને આગામી રણનીતિમાં સાથ સહકાર આપવાનું અને ફરીથી નવનિર્માણ આંદોલ કરવું પડે તો કરવા બાંયધરી આપી હતી.

પ્રસંગે હાથલારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હાથલારી મંડળના પ્રમુખ રાજુભાઇએ સરકારના જીએસટીના કાયદાને આડે હાથે લીધો હતો. આપણે જેની સામે લડત કરીએ છીએ તેની સામે બોલવાની તાકાત ધરાવીએ તો જીએસટીને અપનાવી લેવું જોઇએ. આપણે આપણી તાકાતથી લડીશું તેમ છતાં કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર નહીં માને તો GSTનો બીજો મતલબ G :ગઇ S: સરકાર T: તમારી (ગઇ સરકાર તમારી) એટલી તાકાતથી લડવાનું છે અને લાસ્ટ પિરિયડ સુધી લડવાનું છે. તમામે તમામ વેપારી ભાઇઓનો સાથ સહકાર લઇ અને એન્ડ સુધી લડવું હોય તો લડાઇને આગળ લડજો નહીં તો ચૂપચાપ GST લઇ લેજો. કા તો સરકાર જાય... કા તો આપણો વેપાર જાય... અમે હાથ લારી મંડળથી તમને આશ્ચાસન આપીએ છીએ કે, તમે લડાઇ ચાલુ કરશો તેમાં અમારો સાથ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajkot બન્યું સ્માર્ટ સિટી