Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હેપ્પી બર્થડે અમદાવાદઃ 611 વર્ષની સફરમાં આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે.

હેપ્પી બર્થડે અમદાવાદઃ 611 વર્ષની સફરમાં આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે.
, શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (11:10 IST)
26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ પાટણના બાદશાહ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. આજ સુધી ગુજરાતનું આ શહેર દોડતુ અને સતત ધબકતુ જોવા મળી રહ્યુ છે.

અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું , ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું ‘અહમદાબાદ’ અને સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.
webdunia

સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, જેમાંથી એક કારણ છે કે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. જો કે અત્યારે સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે.

આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ દ્વારા અમદાવાદને એક આગવી ઓળખ પણ મળી છે. આધુનિક યુગમાં પોળનું ક્લચર અલગ જોવા મળે છે. અમદાવાદની કેટલીક પોળની સાંકળી ગલીઓ, ઘર આજે જોવાલાયક સ્થળ બની ચુક્યા છે. જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 360 જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઇ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે. આજે અમદાવાદની પોળો જોવા ભારતના જ નહીં પણ વિદેશી મહેમાનો પણ આવે છે અને અહીંની કલા તેમજ સંસ્કૃતિને જાણે છે. ભલે અત્યારે જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પણ પોળની સંસ્કૃતિ ખૂબ અલગ છે, અહીં ઘણા જુનવાણી, પુરાનીક મકાનો આવેલા છે જેમના અનેક મકાનોને હેરિટેજ હોમ જાહેર કર્યા છે. જેમાં રહેતા પરિવારોની રહેણી કરણી પણ બિલકુલ અલગ જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આણંદ જિલ્લાના નિસરાયાના યુવકે ગુલિયન બેરી સિન્ડ્રોમથી દમ તોડ્યો; અન્ય બે યુવકોની તબિયત નાજુક