રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં આવ્યું છે. જુનાગઢના વિસાવદર ખાતે 5 અસામાજિક તત્વો સામે GUJCTOC અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નાસિર ઘાંચી, ઈમ્તિયાઝ બ્લોચ, અખિલ ઉર્ફે ટોની અને કપિલ દાફલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિસાવદરથી ફરિયાદ મળ્યાના72 કલાકમાં જ ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ભૂતકાળમાં હર્ષદ રીબડીયાના પુત્ર ની ગેગ સામે પણ ફરિયાદ થઈ હતી.
આ ઉપરાંત કચ્છના મુન્દ્રામાં ગયા અઠવાડિયે પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના કારણે હાહાકાર મચી ગયો છે. ત્યારે આ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. ગુજરાત ATSએ 72 કલાકના જીવના જોખમ પર આ સમગ્ર ઓપરેશન કર્યું હોવાનું નિવેદન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પ્રશ્નો કર્યા હતા, જેનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, અમદાવાદમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન અને 31 જુલાઈ 2021 સુધીમાં 1,30,70,543 કિંમતનો એમ.ડી. ડ્રગ્સ ઝડપાયા છે.