Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ડિફેન્સ એક્સપો માટે 63 દેશના 121 સાથે 973 પ્રદર્શકો નોંધાયા,ફિઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને પ્રકારના સ્ટોલ હશે

ડિફેન્સ એક્સપો માટે 63 દેશના 121 સાથે 973 પ્રદર્શકો નોંધાયા,ફિઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને પ્રકારના સ્ટોલ હશે
, ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (11:51 IST)
ગુજરાતમાં પ્રથમવાર 10 થી 14 માર્ચે ડિફેન્સ એક્સપો યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રના ઉચ્ચ અિધકારીઓ ઉપસિૃથત રહેવાના છે. આ એક્સપો માટે અત્યાર સુધી 63 દેશના 121 સાથે કુલ 973 પ્રદર્શકો નોંધાયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજીત ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સૃથાયી થવાની તક મળશે.તેમણે એક્સપોના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસૃથાઓને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ડિફેન્સ એક્સપોની આ 12મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમના પ્રદર્શન પરની મેગા ઇવેન્ટ છે જે મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે. આ એક્સપોમાં 70થી વધુ દેશોના પ્રદર્શકો ભાગ લેવાના છે જે પૈકી 63 દેશોના 121 પ્રદર્શકોએ નોંધણી કરાવી છે. આ એક્સપો હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે જેમાં ફિઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને પ્રકારના સ્ટોલ હશે. સમગ્ર આયોજન ત્રણ સૃથળોએ-ત્રણ ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છે જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર  (HEC) ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશન નો સમાવેશ થાય છે. એક્સપોની એપેક્સ કમિટીની આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમારે એક્સપોની તૈયારીઓમાં રાજ્ય સરકારના સહકાર અને ડિફેન્સ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ પહેલની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના વરિ અિધકારીઓ, ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, CISF, CRFP, NDRF, NSG, BSF અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના ઉચ્ચ અિધકારીઓ પણ આ બેઠકમાં ઉપસિૃથત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુતિનનું યુક્રેનમાં 'મિલિટરી ઑપરેશન'નું એલાન, બન્ને દેશના વિદ્રોહી વિસ્તારોમાં સંભળાયા વિસ્ફોટના અવાજો