ગુજરાતના અનેક શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. આ ઢોરનો શિકાર બને છે વૃદ્ધ લોકો અને માસુમ બાળકો. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે.
સુરેન્દ્રનગરના નાના ટિંબલામાં બે આખલાઓની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કમનસીબે આ આખલાંના યુદ્ધમાં એક બાળકી અડફેટે આવી ગઈ અને તેનું કરૂણ મોત નિપજ્યું. ઘાયલ થયેલી આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. સ્થાનિકો જિલ્લાનાં વહીવટી તંત્ર તરફ આક્રોશ અને શોકની લાગણી દર્શાવી રહ્યાં છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉપાય શોધવાની માગ ઊઠાવી રહ્યાં છે.