Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત સરકાર દ્વારા ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર, 30 હજાર કરોડનું રોકાણ

bhupendra patel
, બુધવાર, 16 ઑક્ટોબર 2024 (10:47 IST)
Textile policy - ગુજરાત સરકારે મંગળવારે તેની બહુપ્રતિક્ષિત ટેક્સ્ટાઇલ નીતિ જાહેર કરી હતી. સરકારને આશા છે કે નવી નીતિથી રૂ. 30 હજાર કરોડનું રોકાણ આવશે.
 
નવી પોલિસી દ્વારા રાજ્ય સરકાર વણાટ, ગૂંથણ, ડાઇંગ, પ્રૉસેસિંગ અને ઍમ્બ્રોડરી ક્ષેત્રે રોજગાર ઊભા કરવામાં મદદ કરશે. આ માટે મૂડીરોકાણ, વ્યાજ, વીજબીલ સહાય, સ્ટાઇપન્ડમાં સહાય વગેરે જેવી જાહેરાતો કરવામાં આવી છે.
 
રાજ્ય સરકારનું કહેવું છે કે તાજેતરની નીતિમાં ગાર્મૅન્ટ, ઍપ્રલ તથા ટેકનિકલ ટેક્સ્ટાઇલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ તથા શહેરી મહિલાઓનાં સ્વસહાય જૂથોની આવક વધે તથા રોજગારીનું સર્જન થાય તે બાબતને ધ્યાને લેવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તાજેતરનાં વર્ષોમાં આ પહેલાં 2012, 2017 અને 2019માં કાપડનીતિ જાહેર કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમર અબ્દુલ્લાનો આજે શપથ ગ્રહણ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિત આ 10 નેતા બની શકે છે મંત્રી