બાળકોમાં ગુણો કેળવનાર શિક્ષક જ્યારે ગુણવિહીન બની જાય છે, ત્યારે બાળકોને કેવું શિક્ષણ મળશે? ઉત્તર ગુજરાતના દાંતામાં પ્રાથમિક શાળાના શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે દારૂના નશામાં શાળામાં આવ્યો હતો. લોકોએ આ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ત્યારે આ નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં એક વિડીયો વાયરલ થયો હતો. જોધસર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7 સુધી 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના બે શિક્ષકો દારૂના નશામાં હોવાની વારંવાર બાળકો દ્વારા ઘરે ફરિયાદ કરવામાં આવતી હતી. આ દરમિયાન શાળાના શિક્ષકો દારૂના નશામાં તેમની ઓફિસમાં હતા. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. તે સમયે શિક્ષક દારૂના નશામાં હતો.
આ મામલે શિક્ષણાધિકારીએ તપાસ શરૂ કરી હતી. આવા નશાખોર શિક્ષકો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. દાંતા તાલુકાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો આ વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણાધિકારી દ્વારા પણ તપાસ