ભટાર કેનાલ રોડ પર નિર્માણાધીન બીઆરટીએસના બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતા 108 અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. અને 6 જેટલા મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખેસડ્યા હતા. જ્યારે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક બાળકીનો મૃતદેહ બહાર કઢાયો હતો. ભટાર કેનાલ રોડ પર બીઆરટીએસ બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેનો આજે સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી કામ કરી રહેલા 10થી વધુ મજૂરો દટાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર અને 108ને કરવામાં આવી હતી. અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયર વિભાગ હાથ ઘરેલા રેસ્ક્યુમાં એક બાળકી મૃત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી.