Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના શિક્ષકે પત્ની અને સાસુના ત્રાસથી સાબરમતિ નદીમાં કૂદીને આપઘાત કર્યો

riverfront ahmedabad
, બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (17:15 IST)
અમદાવાદના જુહાપુરામાં ઉલ્ટી ગંગા જોવા મળી છે. સામાન્ય રીતે સાસરિયાઓ અને પતિના ત્રાસના કારણે પરીણિતાના આપઘાતના મામલા પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે હવે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને જમાઈએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

જુહાપુરામાં યુવકે વીડિયો બનાવીને પત્ની અને સાસુના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. જેને લઈને પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જુહાપુરાના શિક્ષક તરીકે નોકરી કરતા ગુફરાન ગૌસીના 4 મહિના પહેલા ફરહીનબાનુ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. ગુફરાનના પરિવારે કરેલી ફરિયાદ મુજબ, લગ્ન બાદથી ગુફરાન અને ફરહીન વચ્ચે બહાર ફરવા અને જમવા ઝઘડા થતા. મહોરમમાં ફરહીન પિયર ગઈ હતી, બાદમાં ગુફરાન તેને લેવા જતા તેણે આવવાની ના પાડી દીધી. પરિજનોનો આરોપ છે કે, ફરહીને તેની માતા ઈશરતજહની ચડામણીથી ગુફરાનને કહી દીધું, હું તારી સાથે નહીં આવું. તારે મરી જવું હોય તો મરી જા. જ્યારે સાસુ નુસરતજહાએ પણ કહ્યું, તારે જે કરવું હોય તે કર, જીવવું હોય તો જીવ અને કાલે મરતો હોય તો આજે મર. મારી દીકરીને તારી સાથે નહીં મોકલું. આ બાદ ગુફરાન 7 સપ્ટેમ્બર ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ સરદારબ્રિજના છેડે આવીને તેણે રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો. આપઘાત પહેલા તેણે બે વીડિયો બનાવ્યા હતા જેમાં પત્ની અને સાસુના ત્રાસની વાત કરી હતી. એક વીડિયોમાં ગુફરાન કહે છે, ગોફુ ઇસ દુનિયા મેં નહીં રહા. આજ યે વીડિયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મેં મર ચૂકા હોંગા. મેરે જનાજે પર આ જાના. મેં વહી હું રિવરફ્રન્ટ પર, જહાં હમ મિલતે થે. તુમને બહોત ગલતિયાં કી ફરહીન, ફીર ભી મૈંને માફ કિયા, અમ્મી, ચાચાને સબકો તુમને મેરે ખિલાફ કર દિયા થા.

જ્યારે બીજા વીડિયોમાં તે કહે છે, છેલ્લી લડાઈ પણ ફરહીનની માતાના કારણે થઈ. બહુત હેરાન કિયા હમલો. ફરહીન કી ગલતિયા મેં માફ કર દેતા, પર ઉસકી અમ્મીને મેરે કો જાનબુઝ કે ગુસ્સા દિલાયા. એકબાર ભી આઈસીયુમેં દેખને નહીં આયે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Hindi Day 2023:આ દિવસનો ઇતિહાસ, આ વિશેષ સંદેશાઓ સાથે વિશ્વ હિન્દી દિવસની શુભેચ્છા