Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અનલોક 1: આજથી રાજ્યમાં દોડતી થઇ બસો, જાણો કોને ક્યાંથી મળશે બસ, કરવું પડશે નિયમોનું પાલન

અનલોક 1: આજથી રાજ્યમાં દોડતી થઇ બસો, જાણો કોને ક્યાંથી મળશે બસ, કરવું પડશે નિયમોનું પાલન
, સોમવાર, 1 જૂન 2020 (09:13 IST)
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ ગુજરાતમાં આજથી અનલોક 1નો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગુજરાતના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ નિયમોનું પાલન કરવાની સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં રીક્ષાઓ, એએમટીએસ, અને બીઆરટીએસ સેવા પણ થઇ ગઇ છે. રાજ્ય સરકાર ધ્વારા સોશિયલ ડીસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર એસ ટી બસોનું રાજ્ય વ્યાપી સંચાલન શરૂ કરવા એસ ટી તંત્રને પ્રેરિત કર્યું છે.
 
આ અનુસાર ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આજથી 1 જૂન 2020થી શરુ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે, આ અગાઉ તા.20મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે.
 
નિગમ ધ્વારા 1 જૂનથી જે  સંચાલન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકાર એ નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
 
અમદાવાદ તથા સુરત જીલ્લા ખાતેથી થનાર સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તાર માંથી થનાર સંચાલનમાં કુલ બેઠક ક્ષમતા ના મહત્તમ ૬૦ ટકા(કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તે  મુજબ મુસાફરોની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે.
 
રાજ્ય સરકાર તરફથી અન્ય સૂચના ના મળે ત્યાં સુધી અમદાવાદ ગીતામંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહિ.
હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર, ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે. કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ. 
 
બસના મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડીસ્ટન્સિંગ નું પાલન થાય તે રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 412 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16356 થઇ છે જ્યારે મૃત્યુઆંક 1007 થયો છે. જ્યારે 9320 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના દર્દી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. 15 દિવસમાં રાજ્યનો ક્યોર રેટ 39.20%થી વધીને 43 % થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmadabad train 1 june Trains- અમદાવાદ કાલુપુરથી સ્પેશિયલ 10 ટ્રેન ચાલશે