સ્પિરિટ ઑફ ગુજરાત - આઇટીસી નર્મદા ખાતે 210 ફૂટની ઊંચાઇએથી લટકાઈને ઇન્સ્ટોલ કરવામાં આવેલા 25 ફૂટના એક અદભૂત ક્રિસમસ ટ્રીને ખાદીમાંથી બનાવવામાં આવેલા 500થી પણ વધારે પતંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આ વિશિષ્ટ ક્રિસમસ ટ્રી ગુજરાતના લોકોના અદમ્ય ઉત્સાહને આપવામાં આવેલું તદ્દન અનુરૂપ સન્માન છે.
ક્રિસમસની ઉજવણી અને ત્યારબાદ થોડા સમયમાં જ શરૂ થવા જઈ રહેલા પતંગોના ઉત્સવ ઉત્તરાયણની સાથે આ ઇન્સ્ટોલેશન ગુજરાતની સમાવેશી ભાવનાનું પ્રતીક બની રહેશે, કારણ કે આ ભાવનાના મૂળ ગુજરાતની સંસ્કૃતિમાં ઊંડે સુધી રહેલા છે, જેમાં નવી ક્ષિતિજોને આંબવાની તત્પરતા છે અને વધુ સારા ભાગ્યને પામવા આકાશમાં ઊંચે ઉડાન ભરવાની અદમ્ય ઇચ્છા છે.