Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જુનિયર કલાર્કના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ઉમેદવારો માટે 6 હજાર બસ મુકાઈ

best buses
, મંગળવાર, 4 એપ્રિલ 2023 (13:42 IST)
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ 9મી એપ્રિલે જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. રાજ્યમાં કુલ 1181 પરીક્ષા કેન્દ્રો પરથી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
જુનિ.ક્લાર્કના ઉમેદવારો માટે STની ખાસ વ્યવસ્થા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ 9મી એપ્રિલે જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. રાજ્યમાં કુલ 1181 પરીક્ષા કેન્દ્રો પરથી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ગુજરાતના ST વિભાગે 6 હજાર જેટલી બસની વ્યવસ્થા કરી છે. ST બસમાં મુસાફરી માટે ઉમેદવારોએ બે દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ બુક કરવાની રહેશે જેમાં ઉમેદવારે બેંકની વિગત અને કોલ લેટરની વિગત ભરવાની રહેશે. મુસાફરી માટે પહેલા ઉમેદવારે પોતાના પૈસે ટિકિટ લેવી પડશે બાદમાં રાજ્ય સરકાર ઉમેદવારના ખાતામાં 254 રૂપિયા સુધીનું ભાડું ચૂકવી આપશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાંઈબાબા પર વિવાદાસ્પદ ટિપ્પણી- સાંઈબાબા પર બાગેશ્વર સરકારના બગડ્યા બોલ, સળગી મહારાષ્ટ્રનું રાજકારણ