આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત દાંડીયાત્રા તા.૩૦મી માર્ચના રોજ સવારે ૬.૧૫ વાગે ઓલપાડના ભટગામથી નિકળી સાંધિયેર અને દેલાડ ગામે આગમન થયું હતું, દાંડીયાત્રા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તા.૩૧મી માર્ચના રોજ સાયણ ગામે તા.રાત્રિરોકાણ સાયણ ગામે કર્યા બાદ તા.૩૧ના રોજ પદયાત્રીઓ સાયણ હાઇસ્કુલ ખાતે વિશ્રામ કરશે.
ત્યારબાદ તા.૧લી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી ૧૧.૦૦ વાગે છાપરાભાઠા પહોચશે, જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. છાપરાભાઠામાં સાંજે ૭.૦૦ વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, અહીં પદયાત્રીઓ રાત્રિરોકાણ કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી આયોજિત દાંડીયાત્રામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાશે. તેઓ તા.૧લી એપ્રિલના રોજ ૩.૫૫ કલાકે સુરતના છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. કાર્યક્રમ પૂર્ણ થયે ૬.૦૦ વાગ્યે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે.