Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગેરકાયદેસર બાયોડીઝલના ૫૦,૦૦૦ લીટરના જથ્થા સહિત ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

ગેરકાયદેસર બાયોડીઝલના ૫૦,૦૦૦ લીટરના જથ્થા સહિત ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
, બુધવાર, 18 ઑગસ્ટ 2021 (13:13 IST)
ભાવનગર તાલુકાનાં વિવિધ સ્થળોએ તા.૧૬/૦૮/૨૦૨૧ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોઇ, જેની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં જિલ્લા પુરવઠા અઘિકારી ભુમિકા વાટલિયા અને સીટી મામલતદાર ધવલ રવૈયા તેમજ ગ્રામ્ય મામલતદાર, ભાવનગર અને ટીમ ભાવનગર (ગ્રામ્ય) સાથે ઉકત સ્થળે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલી તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૫૦,૦૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૫૦,૦૦,૦૦૦/- કિંમતનો જથ્થો સરકાર વતી સીઝ કરવામાં આવ્યો હતો. 
 
સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને  મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીક વિરુદ્ધ મહેસુલી કલેકટર, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાહોદમાં 50 વર્ષની આદિવાસી મહિલાને સંબંધીઓ ધોકા વડે માર્યો માર, ચાર લોકોની ધરપકડ