Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પેટમાંથી 165 કેપ્સ્યૂલમાં 1.811 કિલો હેરોઇન ડ્રગ્સ જપ્ત

પેટમાંથી 165 કેપ્સ્યૂલમાં 1.811 કિલો હેરોઇન ડ્રગ્સ જપ્ત
, સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (14:02 IST)
દક્ષિણ આફ્રિકાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા યુવક-યુવતીના શરીરમાંથી કાઢેલી 165 કેપ્સ્યૂલમાં 1.8 કિલો હેરોઇન મળ્યું છે. સીટી સ્કેનમાં બંનેના પેટમાં કેપ્સ્યૂલ દેખાઈ હતી. જેને સોલા સિવિલમાં એનિમા આપીને કાઢી લેવાઈ હતી.
 
સીટી સ્કેનમાં બંનેના પેટમાં કેપ્સ્યૂલ દેખાઈ હતી, સિવિલમાં એનિમા આપીને તમામને કાઢી લેવાઈ
અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ યુગાન્ડાના બે મુસાફરોની અટકાયત કરી તેમના પેટમાંથી 165 કેપ્સ્યૂલમાં 1.811 કિલો હેરોઇન ડ્રગ્સ જપ્ત કર્યું છે.
 
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ને મળેલી બાતમીના આધારે 13 ફેબ્રુઆરીએ શારજહાં થઈ એન્ટેબે એરપોર્ટથી અમદાવાદ આવેલા યુગાન્ડાનો એક પુરુષ પકડાયો હતો. તપાસમાં તેના શરીરમાં નાની નાર્કોટિક્સ ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ હોવાનું બહાર આવ્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચાય તો ફરી પાટીદાર આંદોલન થશેઃ હાર્દિક પટેલની સરકારને ચીમકી