Scenes of desolation after rains in Gujarat-હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ
rain in sutrapada dhoraji
સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી
rain in sutrapada dhoraji
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી છે.
તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને કારણે ધોરાજીના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.
ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.