હવામાન વિભાગની આગાહી વચ્ચે 24 કલાકમાં કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યાં છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યાં છે. કચ્છમાં સૌથી વધારે વરસાદ રાપર, અબડાસા, ભચાઉ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પડ્યો છે.
તા.11 મીના રોજ રદ કરાયેલી ટ્રેનોમાં યશવંતપુર -બિકાનેર, પૂણે -ઇન્દોર, ઇન્દોર – પૂણે, ચેન્નાઇ -અમદાવાદ, બેંગ્લોર – જોધપુર, વિરમગામ – મહેસાણા, મહેસાણા – વિરમગામ, વિરમગામ – ઓખા.બાન્દ્રા – ભુજ, અમૃતસર – કોચીવેલી ટ્રેનનો સમાવેશ થાય છે.