રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપ્યા પછી આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠક મળશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.