ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને બીજી બાજુ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ છે. મીડિયા રિપોર્ટ્સના આધારે આજે ભાજપના ઉમેદવારોની પસંદગી મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક પણ મળી શકે છે. આ મિટિંગમાં 182 ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોના આધારે હવે ટૂંક સમયમાં ભાજપ પણ ઉમેદવારોની યાદી બહાર પાડી શકે છે.
અહેવાલો પ્રમાણે ભાજપ દ્વારા દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સિનિયર નેતાઓની આગેવાની હેઠળ આ બેઠકો વચ્ચે ઉમેદવારોની પસંદગી થવાની સંભાવના જણાઈ રહી છે. એટલું જ નહીં ભાજપ 2 તબક્કામાં ઉમેદવારોની યાદી બહાર પાડી શકે એવી અટકળો પણ સેવાઈ રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી શકી નથી. પરંતુ ચૂંટણીની જેમ ઉમેદવારોની યાદી પણ 2 તબક્કામાં બહાર પાડવાના એંધાણ જણાઈ રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 9 અને 10 નવેમ્બરના રોજ પણ દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે બેઠક થઈ શકે છે. જ્યાં 9મી તારીખે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી કમિટિની બેઠકનું આયજોન થવાના એંધાણ છે. જે સાંજે 6.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ શકે છે.નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ફરીથી ગુજરાતનો કિલ્લો ફતેહ કરવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. ભાજપ દ્વારા ગુજરાતમાં વિવિધ કેમ્પેઈનનું પણ આયોજન કરાયું છે. આ અંર્ગત જનસંવાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. તથા લોકો સાથે વિકાસલક્ષી કાર્યોની વિગતે માહિતી પણ અપાઈ રહી છે.