Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM મોદી આજથી ગુજરાત પ્રવાસે

Narendra Modi
, મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (08:13 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બેડીલી ખાતે 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને રાજભવનથી લઇ એરપોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આજે સાંજે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. 
 
સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત ઉમેદવારોને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નિયુક્ત ઉમેદવારોને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની વચનને પરિપૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.
 
46 સ્થળોએ આયોજન કરવામાં આવશે
દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં કામ કરશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી આવતીકાલે 50 હજારથી વધુ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે, દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.