Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સંતરામપુરમાં ચાલુ વરસાદે વીજપોલને અડતાં બાળકી ચોંટી ગઈ, લોકોએ માંડ માંડ છોડાવી

a girl got stuck in a power
, સોમવાર, 27 જૂન 2022 (10:14 IST)
મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે બાળકી વીજ પોલ સાથે ચોંટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, પરિવારના લોકો અને સ્થાનિકોએ બાળકીને લાકડી વળે વીજ પોલથી અલગ કરી રહ્યા છે. સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકીને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીને બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી.

ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સારી છે, પરંતુ વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી.બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. પરિવારે MGVCLમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પરંતુ કોઈ કર્મચારીએ આવીને કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં આવી જ રીતે વિસ્તારના અન્ય વીજ પોલમાં પણ કરંટ ઉતરતા સ્થાનિક લોકોમાં MGVCL સામે રોષ જોવા મળી રહ્યો છે અને બાળકીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોની હોત, તેવા પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા નફીસા આપઘાત કેસ:- નફીસા હત્યા કેસમાં આરોપીની ધરપકડ- કહ્યુ હતું- તારે મરવું હોય તો મરી જા