Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું શસ્ત્ર પૂજન

વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું શસ્ત્ર પૂજન
, ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (09:11 IST)
મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષાકર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે. આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું
 
તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે  પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીશ્રીને આ પ્રસંગે આવકાર્યા હતા. 
webdunia
રાજ્યના ગૃહમંત્રી બન્યા બાદ સુરતમાં સૌ પ્રથમ વાર કોઈ ગૃહ મંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી શસ્ત્ર પુજા
ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે  શસ્ત્ર પૂજન કર્યું હતું. વિજયાદશમીએ ગૃહરાજયમંત્રીએ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું. તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે   પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. 
webdunia
નોંધનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી બન્યા બાદ સુરતમાં સૌ પ્રથમ વાર કોઈ ગૃહ મંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પુજા કરી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરના ભંડારીયા ગામે ૩૦૦ વર્ષથી ભવાઇ વેશ સાથે પરંપરાગત રીતે ઉજવાય છે નવરાત્રી