Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ધોરણ ૧૨ની પરીક્ષા માટે હજુ બેઠક મળી નથી,વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા.

ધોરણ ૧૨ની પરીક્ષા માટે હજુ બેઠક મળી નથી,વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા.
અમદાવાદ: , શનિવાર, 22 મે 2021 (13:05 IST)
કોરોનાને કારણે ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવા કોઈ વિચારણા નથી.ધોરણ૧૨ માં પરીક્ષા અંગે પણ હજુ કોઈ નિર્ણય લઇ શકાયો નથી.શિક્ષણ વિભાગ હજુ ધોરણ૧૦ના માસ પ્રમોશન બાદ ક્યાં પ્રકારે એડમીશન પ્રક્રિયા કરવી.માર્કશીટ કઈ રીતે તૈયાર કરવી તે બાબતોમાં વ્યસ્ત છે ત્યારે ધોરણ ૧૨ની પર્ક્ષા અંગે સરકાર નિર્ણય કરશે.
 
રાજ્યમાં ધોરણ ૧૨માં સાયન્સ/કોમર્સ/આર્ટસ એમ અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોધાયા છે.તમામની પરીક્ષા અંગે નિર્ણય લેવાયો નથી.સરકાર પરીક્ષા રદ કરવા કે માસ પ્રમોશન આપવાના મૂળમાં નથી.પરીક્ષા ફરજીયાત યોજાશે પરંતુ ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે.બીજી લહેરમાં અનેક યુવા અને નાની વયના બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા હતા જેને કારણે વાલીઓમાં પણ ચિંતા છે કે ઓફલાઈન પરીક્ષા યોજાય તો કેવી  રીતે યોજાશે..
 
વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા દ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું પરંતુ ધોરણ ૧૨ માટે શું કરવું તે અંગે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ છે.શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ અત્યારે ધોરણ ૧૦ને અપાયેલ માસ પ્રમોશન બાદ હવે શું કરવું તે અવઢવમાં છે.૧૦માં ધોરણમાં માસ પ્રમોશન આપી દીધું પરંતુ  હવે ૧૧માં ધોરણમાં પ્રવેશ કેમનો આપવો અને પરિણામ કઈ રીતે આપવું તે અંગે વિચારણા ચાલી રહી છે.ધોરણ૧૨ અંગે શિક્ષણ વિભાગે કોઈ વિચારણા કરી નથી.પરીક્ષા લેવા માટે કોઈ બેઠક પણ મળી નથી અને કોઈ કમિટી પણ બનાવાઈ નથી.ધોરણ ૧૨ ની પરીક્ષા ક્યારે અને કઈ રીતે યોજવી તે અંગે નિર્ણય સરકાર જ કરશે.
 
ધોરણ ૧૨ની પરીક્ષા લેવી હોય તો વિદ્યાર્થીઓ ૨ અઠવાડિયા અગાઉ જન કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારી કરી શકે.અત્યારે શિક્ષણ વિભાગ કે  સરકારની કોઈ બેઠક પરીક્ષાને લઈને મળતી નથી ત્યારે હજુ પણ અઠવાડીયા સુધી કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા લગતી નથી અને જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લેવાય તો નિર્ણય લીધા બાદ ૧૫ દિવસ જેટલો સમય આપવો પડે..જુનના બીજા અઠવાડિયા બાદ ચોમાસું પણ શરુ થશે.વરસાદ શરુ થાય અને પરીક્ષાનું આયોજન થાય તો નાના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોચી શકશે અને અન્ય મુશ્કેલી ઉભી થઇ શકે છે..જે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોય અથવા કોરેન્ટાઈન હોય તો તે વિદ્યાર્થીઓનું શું અથવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પરીક્ષા આપવા વિદ્યાર્થી આવી શકે તે તમામ બાબતોને લઈને સવાલ છે.
 
ધોરણ ૧૨ ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ મુઝવણમાં મુકાયા છે.પરીક્ષા કઈ રીતે યોજાશે,MCQ પદ્ધતિ કે પછી અન્ય પદ્ધતિથી પરીક્ષા યોજાશે તે અંગે સવાલ છે.વાલીઓમાં પણ હાલ ચાલી રહેલ મહામારીની વચ્ચે પરીક્ષા યોજાય તો પોતાના બાળકો સંક્રમિત નાં થાય તેને લઈને પણ ચિંતા છે..ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકોએ પણ હવે ભણાવવાનું શરુ કર્યું છે પરંતુ ઓન્લએન અભ્યાસમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.આમ વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો પણ અસમંજસમાં મુકાયા છે.
 
શાળા સંચાલક મંડળના જણાવ્યા અનુસાર આ પ્રકારની મહામારીમાં પરીક્ષા યોજવા અમે શિક્ષણ વિભાગને વિકલ્પ આપ્યા છે.શિક્ષણ વિભાગ કે સરકાર જયારે પણ કોઈ નવો નિર્ણય કરે છે ત્યારે સ્કુલના સંચાલક.વાલી મંડળ,શિક્ષકોની સહમતી મેળવતા નથી માત્ર શિક્ષણ વિભાગના ચાલુ અધિકારી અને નિવૃત થયેલ અધિકારીઓ ના અભિપ્રાય મેળવીને નિર્ણય કરે છે.તમામની સહમતી અથવા સાથે રાખીને નિર્ણય કરવામાં આવે તો તે સૌના હિતમાં હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત ઈગ્લેંડને 5-0થી આપશે ક્લીનચિટ, ઈગ્લેંડના પૂર્વ બોલર મોંટી પનેસરે કરી ભવિષ્યવાણી