Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જમીન સંપાદનનો વિરોધ કરતાં ખેડૂતોની ગાંધીગીરીનો જવાબ પોલીસે ટિયર ગેસથી આપ્યો

જમીન સંપાદનનો વિરોધ કરતાં ખેડૂતોની ગાંધીગીરીનો જવાબ પોલીસે ટિયર ગેસથી આપ્યો
, શનિવાર, 7 એપ્રિલ 2018 (14:58 IST)
ભાવનગર જિલ્લાના બાડી ગામે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ગ્રામજનોની ગાંધીગીરીનો જવાબ પોલીસે ટિયર ગેસથી આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 22 વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો મેળવવા માટે ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં આ મામલે જ સ્થિતિ વણસતા ગ્રામજનો અને પોલીસના લાઠીચાર્જમાં 10 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 50 ખેડૂતોની અટકાયત કરાઈ હીત.ઘોઘા તાલુકાના બાડી ગામના ખેડૂતો આજે જમીન સંપાદનનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવા પોલીસકર્મીઓને ગુલાબ આપવા પહોંચ્યા હતા.
webdunia

જોકે, પોલીસે ગામલોકોની આ ગાંધીગીરીનો ઉંધો અર્થ કાઢ્યો હતો. ગણતરીના સમયમાં જ વાતાવરણ તંગ થઈ જતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસના બે શેલ છોડ્યા હતા.બીજી તરફ, રાજ્ય સરકારની માલિકીની કંપની GPCLએ અહીં લિગ્નાઈટ કોલસો બહાર કઢવા માટે માઈનિંગ શરુ કરી દીધું છે. બાડી ગામની જમીન સરકાર દ્વારા 20 વર્ષ પહેલા સંપાદિત કરવામાં આવી હતી. જોકે, ગામ લોકોની માગ છે કે, જમીનનું સંપાદન હાલના કાયદા પ્રમાણે કરવામાં આવે અને અત્યારની જોગવાઈ અનુસાર તેમને વળતર આપવામાં આવે.છેલ્લા ઘણા દિવસથી બાડી ગામના ખેડૂતો સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ગામના 1250 ખેડૂતોની 1415 એકર ખેતીની જમીન સરકારે 20 વર્ષ પહેલા સંપાદિત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, સંપાદનના વર્ષો સુધી જમીન પર ખેડૂતો ખેતી જ કરતા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત બંધ વખતની ઘટના, મહિલા PSIને બચકું ભરનારા કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ